AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લિંગા પ્રાથમિક શાળાના બાળકો ઝળક્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા ખાતેની તાલુકા શાળામાં ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫નાં રોજ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં 6 થી 14 વર્ષની વયજૂથના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.આ કલા મહાકુંભમાં લિંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ લોક નૃત્ય અને લોક વાર્તા વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ એમ. પટેલે કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક કમલેશભાઈ એમ. ચૌધરી અને વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.આચાર્યએ બાળકોને ઝોન કક્ષાએ પણ ડાંગ જિલ્લાનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળાના બાળકોએ અગાઉ પણ લોક નૃત્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી પહોંચીને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે..

Back to top button
error: Content is protected !!