પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોએ ગુજરાતી ફિલ્મ “લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે” નિહાળી

3 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બાળકોને મળ્યો સંસ્કાર સાથે આધ્યાત્મિક મનોરંજનનો નિરાળો અનુભવ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુરમાં અનાથ,એક વાલી વાળા,ગુમ થયેલા,મળી આવેલા,અસાધ્ય રોગથી પીડાતા માતા-પિતાના બાળકો, ભિક્ષા યા બાળ મજૂરીમાંથી મુક્ત કરેલ તેમજ કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો આશ્રય લઇ રહેલ છે આવા બાળકોને પાલનપુર ખાતે આવેલ સુર મંદિર સિનેમા માં”લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે” ચાલતી ફિલ્મ જે બાળ કલ્યા સમિતિ,બનાસકાંઠાના સહયોગથી બતાવવામાં આવી હતી. “લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે” ફિલ્મની વાર્તા શ્રદ્ધા,ભક્તિ અને મનુષ્યના ઈશ્વર સાથેના અતૂટ નાતા પર આધારિત હોવાથી અને ફિલ્મમાં કૃષ્ણભક્તિ અને આજના સમયમાં તેની પ્રાસંગિકતાને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી હોવાથી અને ચિલ્ડ્રન હોમના બાળકો ધાર્મિકતામાં ભાવનાત્મક રીતે જોડાય સાથે સાથે સાચા મિત્રનું મહત્વ અને ખોટી સંગત અને વ્યસનથી થતા નુકસાન તે હેતુથી બાળકોને આ ફિલ્મ આ બાળકોના પરિવાર તેવી બાળ કલ્યાણ સમિતિ, સમિતિના સભ્ય સચિવશ્રી, બાળ સંભાળ ગૃહના તમામ સ્ટાફ સાથે મળી ને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ જોઈને બાળકો એ ‘જય દ્વારકાધીશ’ બોલ્યા અને તેને ‘ફિલ્મ નહીં, પણ શ્રીકૃષ્ણના પ્રસાદ’ સમાન ગણી હતી.
આ બાળકોને દાતાશ્રીઓની મદદથી જ થીએટરમાં આવી મુવી બતાવી શકાતી હોઈ ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી મિલનભાઈ અને સભ્ય સચિવશ્રી સુમિતભાઈએ બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી જયેશભાઇ અને સભ્યશ્રીઓ અજમલભાઈ, ર્ડા. પરિમાબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી કલાવતીબેનનો બાળકોને થિયેટરમાં ફિલ્મ બતાવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




