GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના હરીગઢ ના મુવાડા ગામે શાળાને તાળું મારતા બાળકો બહાર બેસી ભણવા મજબૂર બન્યા….

સંતરામપુર તાલુકાના હરીગઢ ના મુવાડા ગામે શાળાને તાળું મારતા બાળકો બહાર બેસી ભણવા મજબૂર બન્યા….

અમીન કોઠારી મહીસાગર….

 

 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સંતરામપુર તાલુકાના હરીગઢના મુવાડા ગામે પ્રાથમિક શાળાના મકાન માટે પરમાર કરસનબેન સવાભાઈ દ્વારા જમીન દાનમાં આપી હતી ને તે જમીન પર શાળા બનેલી છે આ જમીન પર વર્ષોથી પ્રાથમિક શાળા ચાલતી
આવેલ છે.

તે જમીન માં પ્રાથમિક શાળા ની કમ્પાઉન્ડ વોલ આવેલ છે જે શાળા ની કમ્પાઉન્ડ વોલ ની અંદર તેની બાજુમાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં અંદર જ કોટ ( દિવાલ ) કેટલાક ઈસમો દ્વારા બનાવતા હતા તેનો વિવાદ એક અઠવાડિયા થી ચાલી રહેલો હતો .

આ સંદર્ભમાં જમીન નાં દાતા કરસન બેને તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી જિલ્લા કલેકટર ને અલગ અલગ જગ્યાએ એની નિરાકરણ લાવવા માટે લેખિતમાં રજૂઆત કરેલી હતી પરંતુ તેનુ કોઈ યોગ્ય પરિણામ ન મળવાના કારણે ને તંત્ર દ્વારા આ મુદ્દે સ્થળ પર પહોંચી તપાસ નહી કરતાં ને તત્રે આ પ્રશ્રને ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરાતાં શાળા નાં હીત માટે ને શાળા ની જમીન માં થયેલ ગેરકાયદેસર કોટ ની કામગીરી નહીં અટકતા આ મુદ્દે દાતા દ્વારા બપોરના શાળા નાં શિક્ષકોને બાળકોને શાળામાંથી બહાર કાઢીને શાળા ને તાળું મારી દીધેલું હતું જ્યાં સુધી આ વિવાદનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શાળાને ખોલવા દઈએ નહીં જેની જાણ બાળકો નાં વાલીઓ ને થતાં બાળકોને શાળામાંથી બહાર કાઢેલા છે અને વિદ્યાર્થિઓ બહાર બેસેલા હોય જેથી દોડધામ મચી ગઈ છે.

જેની જાણ થતાં તાત્કાલિક શિક્ષણ અધિકારી ટીપીઓ પણ સ્થળ પર આવીને વિઝીટ કરી હતી ને આ બાબતે સમજાવટના પ્રયાસ કરાયેલ પરંતુ કોઈ નિકાલ ના થતા સંતરામપુરના તાલુકા વિકાસ અધિકારી પોલીસ વિભાગ તંત્ર પણ પણ શાળા પર આવેલ. પરંતુ આ મુદ્દે નિરાકરણ નહીં આવતાં આ નું નિરાકરણ ના આવે ત્યાં સુધી શાળા નહીં ખોલવા માટેનો નિર્ણય લીધેલો જોવા મળતો હતોઆશાળ ના 73 બાળકો નિરાકરણ નહીં આવતાં ચાર કલાક સુધી શિક્ષણ વગર રજળતા રહ્યા અને વરસાદ અને તડકામાં શાળાની બહાર બેસી રહેવા મજબૂર બન્યા હતા.

આ ગંભીરતાપૂર્વકની બાબત હોવા છતાં પણ તંત્ર દ્વારા તેનું પરિણામ ન લાવી શક્તા તંત્રની નિષ્કાળજી ને લીધે આખરે બાળકો શાળા છુટવા નાં સમય થતાં. પાંચ વાગ્યે છોડી મૂકવા પડેલને વાલીઓ તેમના બાળકોને લઈ ગયા હતા.

શાળાની બાજુવાળા ભાઈ દ્વારા પ્રાથમિક શાળાની જમીન ની અંદર જ દબાણ કરી કોટ ( દિવાલ )ઉભો કરી દીધેલો હતો. જેને લઇને આ વિવાદ ઉભો થયો હતો.

શાળા ની જમીન માં ને શાળા ની કમ્પાઉન્ડ વોલ ની અંદર દબાણ કરી ને દીવાલ બનાવાઈ તો આ શાળા નાં આચાર્ય ને સ્ટાફે શું ધ્યાન રાખ્યું?? તે પણ એક તપાસ નો વિષય બનેલ છે.

આ મુદ્દે તાલુકા સ્તરે ને જીલ્લા સ્તરે જો જાણ કરાઇ હતી તો પછી તંત્રે શા માટે ત્વરીત કાર્યવાહી કેમ કરાઈ નહીં તે પણ વિચાર માંગી લે છે.???

Back to top button
error: Content is protected !!