કાલોલ:ટીંબાગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન વર્કશોપ યોજાયો.
તારીખ ૦૪/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આનંદદાયી શનિવાર અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃતિઓ કરાવવાની થાય છે ત્યારે આગામી દિવસો માં ભાઈ બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન આવી રહ્યો છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. આ રાખડીઓ હાલ બજાર માં ખુબજ મોંઘા ભાવે વેચાતી હોય છે ત્યારે અમારી ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળકો દ્રારા આજરોજ બેગલેસ ડે અંતર્ગત રક્ષાબંધન તહેવાર અનુસંધાને રાખડી બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિનો વિકાસ થાય એજ આનો મુખ્ય આસય છે સાથે સાથે બાળકોને એ પણ શીખવવામાં આવે છે કે આવા વર્કશોપ કરી ભવિષ્ય માં પોતાના જીવનમાં આર્થિક ઉપાર્જન પણ મેળવી શકે છે. શીખેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. ધોરણ 6 થી 8 ના તમામ બાળકો દ્રારા 300 ઉપર રાખડી બનાવવામાં આવી સદર પ્રવૃત્તિ માં તેમના વર્ગશિક્ષક સાથે રહી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય દ્રારા તમામ ને શુભકામના પાઠવવામાં આવી હતી.