DAHODGUJARAT

દાહોદ ની બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની પ્રાથમિક શાળાઓ માં ચાંદીપુરમ વાયરસ અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા 

તા. ૨૦.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની પ્રાથમિક શાળાઓ માં ચાંદીપુરમ વાયરસ અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકની પ્રાથમિક શાળાઓ માં બાળકોને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક જાણકરી આપવામાં આવી જેમાં સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે

ચાંદીપુરમ તાવના લક્ષણો:બાળકને સખત તાવ આવવો ઝાડા થવા – ઉલ્ટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલછિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં સાથે સાથે પાણી જન્ય રોંગ વિશે પણ માહીતી આપવામાં આવે હતી આમ આ કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર,RBSK ટીમ, સુપરવાઈઝર, તથા શાળાના શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!