ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના ઇસરી ગામ પાસે સ્મશાન બાજુ રસ્તા પર આધેડ શ્રમિકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના ઇસરી ગામ પાસે સ્મશાન બાજુ રસ્તા પર આધેડ શ્રમિકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રીએ ચકચાર મચાવનાર બનાવ સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના ઇસરી ગામના સ્મશાન પાસેથી એક આધેડ શ્રમિકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. મૃતદેહ રસ્તાની બાજુમાં આવેલા ગરનાળા પાસે જોવા મળતા ગ્રામજનોમાં હલચલ મચી હતી.

મૃતકની ઓળખ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મથુરભાઈ રૂમાલભાઈ ખાંટ (ઉમર અંદાજે 55 વર્ષ) તરીકે થઈ હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મથુરભાઈ રસ્તાનું કામ કરતા શ્રમિક હતા અને ગઈ કાલે જ તેઓ રસ્તાના કામ અર્થ એ આવ્યા હતા અને સાંજના સમયે અચાનક મૃત હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે

મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચી ઇસરી પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ઇસરી CHC કેન્દ્ર ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુના સાચા કારણો સામે આવશે.ઘટના અંગે ઇસરી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વિવિધ સંભવનાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!