GUJARATKHERGAMNAVSARI

ખેરગામ અને ધરમપુર તાલુકાને જોડતો ચીમનપાડા-મરઘમાળ પુલ 12 કરોડમાં નવો બનશે

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરક થતા આસપાસના 8-10 ગામોનો સંપર્ક કપાતા   ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર તાલુકાના મરઘમાળને જોડતો ચેકડેમ કમ કોઝવે નીચો હોય જે ચોમાસામાં વરસાદના પાણીમાં ગરકાવ થતા કોઝવે ઉપરથી અવરજવર બંધ થતાં બંને તરફના આઠથી દશ ગામના લોકોએ તકલીફ વેઠવી પડે છે,આ કોઝવેની જગ્યાએ નવો ઊંચો પુલ બનાવવા રૂઝવણી ગામના આગેવાન ઈશ્વરભાઈ પટેલ દ્વારા 20 નવેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રીને રજુઆત થઈ હતી.તાજેતરમાં જ સરકારે અહીં નવો પુલ બનાવવા 12 કરોડની મંજૂરી આપતા આ વિસ્તારની આદિવાસી જનતામાં આનંદની લાગણી વ્યાપી હતી.ખેરગામ તાલુકાના ચીમનપાડા ખાતેથી તાન નદી પસાર થાય છે.ચીમનપાડા અને ધરમપુર તાલુકાનું મરઘમાળ ગામને જોડતો તાન નદી પર હાલ ચેકડેમ કમ કોઝવે આવેલ છે. જે ખેરગામ અને ધરમપુર તાલુકાના આશરે આઠથી દશ ગામોને જોડતો કડીરૂપ કોઝવે છે.આ ચેકડેમ કમ કોઝવે ખૂબ જ જૂનો અને નીચો હોવાથી ચોમાસમાં થોડો વરસાદ આવે તો પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેના પરિણામે ખેરગામ અને ધરમપુર તાલુકાના આઠથી દશ ગામડાના લોકોનો એક બીજાના વિસ્તારમાં જવા-આવવા પર ખૂબજ મોટી અસર પડે છે. ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલ, રાજચંદ્ર અધ્યત્ન હોસ્પિટલ, અનેક નાની મોટી હોસ્પિટલો, દવાખાના, જિલ્લાનો ખૂબજ મોટો માર્કેટ યાર્ડ, કોલેજ, શાળા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. જેથી ખેરગામ તાલુકાના કેટલાક ગામડાના લોકોનો વ્યવહાર ધરમપુર સાથે જોડાયેલો છે.તાન નદીનાં બને કિનારે એક બીજાના ગામ9ના ખેડૂતોની જમીન આવેલ છે.જેઓને ચોમાસામાં ખેતી કરવામાં ખૂબજ મોટી મુશ્કેલી પડે છે.જેથી ચીમનપાડા અને મરઘમાળ ગામને જોડતો જૂનો ચેકડેમ કમ કોઝવે છે, તે જગ્યાએ નવો પુલ બનાવી આપવા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં જોગવાઈ કરવામાં આવે એ માટે રૂઝવણી ગામના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પટેલ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.

બોક્ષ:-કોઝવેની જગ્યાએ પુલ બનાવવા ઘણા વર્ષથી માંગ હતી:-દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરકાવ થાય એટલે ચીમનપાડા આજુબાજુના ૮ થી ૧૦ ગામડાનાં લોકોએ ધરમપુર જવા માટે ખૂબજ લાંબુ અંતર કાપીને વડપાડા ગામે આવેલ તાન નદી પરના પુલનો ઉપયોગ કરવો પડે છે.એમાં જનતાના પૈસા, કિંમતી સમયનો બગાડ થાય છે.આ પુલના નિર્માણથી ચોમાસા દરમ્યાન ઉદભવતી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે..

બોક્ષ:ચીમનપાડા મારઘમાળ રોડ પર આવેલા ચેકડેમ કમ કોઝવે બને એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને રૂબરૂ મળી રજુઆત કરી હતી,આ રોડ ઉપર મેજર બ્રિજની કામગીરી (પ્રોટેક્શન વર્ક તથા એપ્રોચની કામગીરી સાથે) કરવામાં આવશે.જેના માટે સરકારે 12 કરોડની ગ્રાન્ટ મજૂર કરવામાં આવતા આ વિસ્તારના અનેક ગામના લોકોનો ચોમાસા દરમ્યાન મોટી રાહત મળશે…ઈશ્વરભાઈ પટેલ,આગેવાન,રૂઝવણી

Back to top button
error: Content is protected !!