GUJARATIDARSABARKANTHA

ચિત્રોડા વાળીનાથ મહાદેવ મંદિર નજીકથી ₹11.35 લાખનો ગાંજો ઝડપાયો, બે ઝડપાયા

*ચિત્રોડા વાળીનાથ મહાદેવ મંદિર નજીકથી ₹11.35 લાખનો ગાંજો ઝડપાયો, બે ઝડપાયા*

ઇડર પોલીસને એક મોટી સફળતા મળી છે. ઇડર તાલુકાના ચિત્રોડા ગામની સીમમાં આવેલા પ્રાચીન વાળીનાથ મહાદેવ મંદિરની માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર રીતે વાવેલા ૧૪૭ લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ₹૧૧.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ સંજયભાઈ છબાભાઈ ભરવાડ (રહે. ચિત્રોડા, ઇડર) અને ત્રિપાઠી બિરજ બિહારી ચૌધરી (મૂળ રહે. ધમણિયા, જિલ્લા શીઓહર, બિહાર) તરીકે થઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ૦૯/૦૭/૨૦૨૫ના રોજ પોલીસના શાખા અધિકારીઓ સહિતની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાળીનાથ મહાદેવ મંદિરના પાછળના બાગાયત ક્ષેત્રમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ૧૪૭ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જે પૈકી કેટલાક સંપૂર્ણ પક્વ અવસ્થામાં હતા.

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:

૧૨૧ છોડનું વજન: ૧૧૨ કિલો ૧૨૦ ગ્રામ (અંદાજિત કિંમત: ₹૧૧,૨૧,૨૦૦)

સુકા પાન તથા થડ સહિત: ૪૫૦ ગ્રામ (અંદાજિત કિંમત: ₹૪,૫૦૦)

કુલ જપ્ત કરાયેલ ગાંજો: ૧૧૩ કિલો ૫૬૦ ગ્રામ

કુલ કિંમત: ₹૧૧,૩૫,૦૦૦

પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ચિત્રોડા ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે, કારણ કે વાળીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાનું પ્રતીક મનાય છે અને ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિના ખુલાસાથી લોકોએ નિંદા વ્યક્ત કરી છે.

જાદર પોલીસની ટીમ “Say No To Drugs” અભિયાન અંતર્ગત આવી કાયદાવિરૂદ્ધ પ્રવૃત્તિઓ સામે ચાંપતી નજર રાખી રહી છે અને તેમણે ફરી એક વખત પોતાની ચુસ્ત કામગીરીનું પ્રદર્શન કર્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!