DAHODGUJARAT

દાહોદ આંબેડકર ભવન ખાતે સિકલસેલ એનિમિયા નિવારણ માટે CHO અને કાઉન્સેલર્સને તાલીમ આપવામાં આવી

તા.૦૪.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ આંબેડકર ભવન ખાતે સિકલસેલ એનિમિયા નિવારણ માટે CHO અને કાઉન્સેલર્સને તાલીમ આપવામાં આવી

રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન મિશન અંતર્ગત એક વિશેષ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવત અને જિલ્લા સિકલસેલ નોડલ ઓફિસર ડો. નયન જોશી દ્વારા આપવામાં આવ્યું હતું.આ તાલીમમાં જિલ્લા હેઠળ કાર્યરત Community Health Officers (CHOs) અને સિકલસેલ કાઉન્સેલર્સને રોગ વિશે મૂળભૂત માહિતિથી લઈ આધુનિક કાર્યક્રમો સુધી વિસ્તૃત જ્ઞાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સિકલસેલ પરિચય પોર્ટલ અંગે જેમ કે, દર્દીની એન્ટ્રી, કાર્ડ જનરેશન તથા અપડેટ પ્રક્રિયા વિશે ડેમોસ્ટ્રેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.આ તાલીમનો મુખ્ય હેતુ એ હતો કે, સિકલસેલ એનિમિયા જેવી જીન વિકારિતાને કારણે થતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે કોમ્યુનિટી સ્તરે જ ઝડપી અને અસરકારક કામગીરી થઈ શકે. આ કાર્યક્રમ થકી સિકલસેલ રોગવિરોધી કામગીરીમાં વધુ અસરકારકતા આવશે અને દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ બનશે એવી આશા છે

Back to top button
error: Content is protected !!