GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર & RBSK TEAM દ્વારા તમાકુ વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન 

 

WAKANER:વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર & RBSK TEAM દ્વારા તમાકુ વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

 

 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડીકલ ઓફિસરનાં સીધા માર્ગર્શન હેઠળ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ ૦૪/૧૦/૨૦૨૪ ના રોજ શ્રી જંકશન તાલુકા શાળા નં ૬ વાંકાનેર ખાતે તમાકુ વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૧૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો..

RBSK ડો. જીનાલી સંઘાણી અને ડૉ. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી આડઅસર અને આર્થિક અસર વિશે સમજણ આપવામાં આવેલ.ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ માંથી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ..

સમગ્ર કાર્યક્રમને RBSK TEAM અને શાળા ના પ્રિન્સિપાલ તથા શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવેલ..અંતે શાળા ના પ્રિન્સિપાલ કીર્તિભાઈ મીરાણી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.

Back to top button
error: Content is protected !!