CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને ડી.ડી.ઓ દ્વારા નસવાડી CHC અને પલાસણી PHC ની ઓચિંતી મુલાકાત કરી
મૂકેશ પરમાર નસવાડી
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પલાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી.મિશન મંગલમ શાખા તાલુકા પંચાયત કચેરી નસવાડી અંતર્ગત સખી મંડળ દ્વારા કુપોષિત.ધાત્રી સંગર્ભા માતાઓ અને બાળકોને માહિતી અપાય છે.
જેમાં સગર્ભા.ધાત્રી અને કુપોષિત બાળકો જેઓને સારવાર અને માહિતી આપવામાં આવે છે કે નહિ તેની રૂબરૂ મળી તપાસ કરવામાં આવી હતી.
સખી મંડળની બહેનો દ્વારા કુપોષિત બાળકો, સંગર્ભા અને ધાત્રી બહેનોને માહિતી અપાતી હોય છે.જેમાં માહિતી આપવામાં આવે છે કે નહિ તેની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી.






