નસવાડી ગામે નસવાડી મેમણ જમાત હોલ ખાતે ચાર જમાત ભેગી થયેલ

આજરોજ નસવાડી ગામે નસવાડી મેમણ જમાત હોલ ખાતે જોનલ ની પસંદગી ને લઈ નસવાડી,, ડભોઈ, તણખલા, બોડેલી આમ ચાર જમાત ભેગી થયેલ સાથે રાજપીપલા,શિનોર, સેલબા, કરજણ આમ ચાર જમાત ભેગી થયેલ…
નસવાડી મેમણ જમાત હોલ મા સવાર ના 11 કલાકે દરેક મેમણ જમાત ના પ્રમુખ અને નસવાડી મેમણ જમાત ના પ્રમુખ સાથે મેમણ જમાત ના સભ્યો ની બેઠક થયેલ જેમાં કુલ આઠ જમાત વચ્ચે બે જોનલ પસંદગી ને લઈ ચર્ચા થયેલ જેમાં…
મેમણ જમાત ના માજી જોનલ સેક્રેટરી નદીમ હાજી રજાક રોનકવાડા હાજર રહ્યા હતા…
નસવાડી, બોડેલી, ડભોઈ, તણખલા આમ ચાર જમાત ના પ્રમુખ મંત્રી ઓ દવારા નસવાડી ટાઉન મા રહેતા હાજી સલીમ ભાઈ હાજી અબ્દુલ રજાક આકબાણી ની પસંદગી કરેલ…
ત્યારબાદ રાજપીપલા, કરજણ, શિનોર, સેલબા આમ ચાર જમાત ના પ્રમુખ મંત્રી દવારા રાજપીપલા ના રહેવાસી મેમણ ઇકબાલ ભાઈ હાજી ગુલામ ભાઈ ની પસંદગી કરેલ…
આમ નસવાડી મેમણ જમાત હોલ ખાતે આઠ જમાત ના પ્રમુખ મંત્રી સાથે સભ્યો ની હાજરી માં જોનલ સેક્રેટરી તરીકે નસવાડી ના મેમણ હાજી સલીમ ભાઈ હાજી અબ્દુલ રજાક આકબાણી અને જોનલ સેક્રેટરી તરીકે રાજપીપલા ના મેમણ ઇકબાલ ભાઈ હાજી ગુલામ ની સર્વાનુમતે વરણી કરેલ છે.. જે સૌ કોઈ મંજુર રાખી બન્ને જોનલ સેક્રેટરી ને મુબારકબાદી પાઠવી છે. સાથે નસવાડી મેમણ જમાત અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડ્રેશન ના યુથ પ્રમુખ હાજી જાવેદ હાજી ઇકબાલ મટોડી સાથે યુથ વિંગ ના સભ્યો તેઓ આવકાર આપ્યો છે…
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




