BODELICHHOTA UDAIPURGUJARAT
છોટાઉદેપુર કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા એ કારોબારી માંથી રાજીનામું આપ્યું
- તોસીફ ખત્રી બોડેલી
છોટાઉદેપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ વી. રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની આ જાણકારી તેમણે શોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપી.
રાજેશભાઈએ પોતાના રાજીનામાનું કારણ જણાવતા જણાવ્યું કે, “સ્થાનિક સંગઠન અને વહીવટને કારણે હું રાજીનામું આપી રહ્યો છું. હું સમાજ અને આદિવાસી સમુદાયની સેવા ચાલુ રાખીશ, પરંતુ બહારથી આવેલી એજન્સીઓની ગુલામી નહિ કરું. હું શિક્ષિત વર્ગ સાથે રહીને સમાજના કાર્યોમાં જોડાઈશ.”
તેમણે ઉલ્લેખ કર્યો કે હવે છોટાઉદેપુરના ભવિષ્ય માટે યુવાનોનો સાથે રહેશે,
જોકે, રાજીનામા બાદ રાજેશભાઈ કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ સત્તાવાર ઘોષણા નથી. સ્થાનિક રાજકીય માહીતી અને સમાચાર સૂત્રો અનુસાર, આ મામલે આમ આદમી પાર્ટી મા જોડાય તેવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે,





