BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર લોકસભા ચૂંટણીની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ.

૨૧-છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ૦૬ ઉમેદવારો મેદાનમાં

ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેના માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૦૫ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૨૧- છોટાઉદેપુર લોકસભા બેઠક માટેના ચૂંટણી જંગમાં ૦૬ ઉમેદવારો રહ્યા છે. આ ૦૬ ઉમેદવારોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવવામાં આવ્યા છે.

કુલ ૦૬ ઉમેદવારોની આખરી યાદી જોઈએ તો…

૧) જશુભાઈ ભીલુભાઈ રાઠવા (ભારતીય જનતા પાર્ટી) – કમળ

૨) સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) – હાથ

૩) સોમાભાઈ ગોકળભાઈ ભીલ (બહુજન સમાજ પાર્ટી) – હાથી

૪) રણછોડભાઈ તડવી (ભારતીય બહુજન કોંગ્રેસ) – ઓટો રીક્ષા

૫) ફુરકનભાઈ બલજીભાઈ રાઠવા (માલવા કોંગ્રેસ) – ગન્ના કિસાન

૬) મુકેશભાઈ નુરાભાઈ રાઠવા (અપક્ષ) – કોમ્પ્યુટર

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!