કાલોલ શહેર સ્થિત ૧૦ આંગણવાડી ખાતે નાના ભૂલકાંઓને ઉમંગભેર પ્રવેશ કરાવાયો.

તારીખ ૨૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવામા આવે છે. જેમા બાળકોને શૈક્ષણિક પંરપરા સાથે શાળામા પ્રવેશ અપાવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ શહેર સ્થિત તળાવની પાળ ઉપર આવેલ ૧૦ આંગણવાડી ખાતે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ નાં માજી કોર્પોરેટર અંજુબેન મહેતા અને પાપા પગલીવાળા શ્વેતાબેન ની ઉપસ્થિતીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમને દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામા આવ્યો હતો.ત્યારબાદ આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરીને નાના ભૂલકાંઓને ઉમંગભેર પ્રવેશ કરાવી શૈક્ષણિક કિટ આપવામા આવી હતી જેમાં યુનીફોર્મ,ચિત્રપોથી,રમતગમત ભાગ એક બે અને બાલકૃષ્ટિ આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન કોન્ટ્રાક્ટ દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું.






