CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર બે એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ

તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન બંને એજન્સીઓમાં ગેરકાયદેસર રીતે અને અત્યંત જોખમી રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું આ પ્રવૃત્તિઓ આસ પાસના રહેણાંક વિસ્તારોના લોકો માટે ગંભીર જોખમ ઊભું કરતી હતી ભવિષ્યમાં આવી ગેરરીતિઓનું પુનરાવર્તન ન થાય તે માટે નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો તેમણે મામલતદાર ચોટીલાને આ અંગે ગુનો દાખલ કરવા માટે અધિકૃત કર્યા હતા આ નિર્દેશના પગલે તા. ૨૮/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર સિરાજખાન દિલાવરખાન પઠાણ રહે, ચોટીલા અને વારાહી ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર ભરતભાઈ મનુભાઈ રાજવીર રહે, ચોટીલા સામે જુદા જુદા કાયદાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં એક્સપ્લોઝિવ એક્ટ ગેસ સિલિન્ડર રૂલ્સ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે આ અંગેની દેવેન્દ્રકુમાર નવીનચંદ્ર વ્યાસ ઇન્ચાર્જ મામલતદાર ચોટીલા નાઓએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!