MORBI:MORBI:મોરબી ભાજપ ના આગેવાન કાર્યકરો તો શરમ કરો રાજીનામનું નાટક કરવું તું. તો પ્રજા ના પ્રાણ પ્રશ્ને કર્યું હોત તો તમોને સલામ કરત

MORBI:મોરબી ભાજપ ના આગેવાન કાર્યકરો તો શરમ કરો
રાજીનામનું નાટક કરવું તું. તો પ્રજા ના પ્રાણ પ્રશ્ને કર્યું હોત તો તમોને સલામ કરત.
મોરબી શહેર તાલુકા જીલ્લા ના ભાજપ ના ધારાસભ્ય શ્રી સહિત આગેવાન અને કાર્યકરો નોટકી કરવા અને રાજીનામાં દેવા ગાંધીનગર જઈ રહ્યા છે. ત્યારે અરે તમારે રાજીનામાં દેવા હતા તો મોરબી નાં પ્રાણ પ્રશ્ને દેવા હતા ને
મોરબી શહેર નર્ક જેવી દશા ભોગવી રહ્યું છે. એના જબબદાર કોણ છે?.
મોરબી શહેર માં જ્યાં જોવો ત્યાં ગંદકી – મોરબી શહેર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી રોડ ઉપર છે.- મોરબી શહેર માં જે થવી જોઈ તેવી સફાઈ થતી નથી.
મોરબી શહેર ના અનેક વિસ્તાર આજે લાઈટો બંધ છે, મોરબી શહેર આજે અનેક જગ્યા એ ચાલવા લાયક રસ્તા નથી.
મોરબી શહેર માં ઘણા વિસ્તાર પીવીનું પાણી મળતું નથી. ઘણી જગ્યા ગંદુ પાણી આવે છે. ઘણી જગ્યા ટાઇમ ટેબલ ના કોઈ ઠેકાણા નથી. સમગ્ર મોરબી શહેર માં વરસાદી પાણી ના નિકાલ નથી. ટીન કારણે મોરબી પ્રજા ત્રહીમામ પોકારી ગઈ છે.
આજે મોરબી માં શહેર વેપારી ની કોઈ સલામતી નથી. ઘણા બધા વેપારો ઉપર ખૂની હુમલા થયા છે.
મોરબી શહરે જીલ્લા સહીત દૂધ ની જેમ દેશી/ઈંગ્લીશ દારૂ સપ્લાઈ થાય છે.
મોરબી નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષો થી તમારું શાસન રહ્યું છે. તમારા શાસન બનાવેલ રોડ ની હાલત ના કારણે અત્યારે મોરબી શહેર ની પ્રજા ત્રાસ ભોગવી રહી છે.
સમગ્ર મોરબી જીલ્લા માં તમારી ટ્રિપલ એન્જીન ની સરકર હોવા છતાં મોરબી ના લોકો નર્કાગાર માં રહેતા હોય તેવું અનુભવી રહ્યા છે. મોરબી માં વરસાદી પાણી ના નિકાલ ના વોકળા ઉપર અનેક જગ્યા દબાણ છે. તે દુર શા માટે નથી થતું.? મોરબી શહેર માં જાહેર રોડ ઉપર અડીંગો જમાવી રહેલા આખલા ખુંટીયા ક્યાં કારણે પકડવામાં આવતા નથી. આજે મોરબી શહેર ટ્રાફિક ની મોટી સમસ્યા છે. આવા બધા પ્રશ્નો ના કારણે આજે મોરબી ની પ્રજા એ રોડ ઉપર આવી ને અંદોલન કરી રહી છે. ત્યારે તમો આવા રાજીનામાં ના નાટક બંધ કરો પ્રજા બધુજ સમજે છે.તમારા માં હિમત હોય તો મોરબી મહાનગર પાલિકા ની ચુંટણી જાહેર કરાવો, એટલે પ્રજા તમારા આ રાજીનામાં ના નાટક નો જવાબ આપશે.: કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવાયું છે








