
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓના અભાવે વરસતા વરસાદમાં દયનિય સ્થિતિમાં અભ્યાસ કરવા આદિવાસી વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે..
એક તરફ રાજ્ય સરકાર આદિવાસી બાળકોને શિક્ષણની ભૂખ ઉગાડવા શાળા પ્રવેત્સોવની ઉજવણી કરે છે,જયારે 311 ગામોમાં 377 પ્રાથમિક શાળાઓ આવી છે.જેમાંથી 80 થી વધુ શાળાઓમાં ઓરડાની ઘટ હોય વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયુ છે. રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખબકતો હોય છે ,તેવા સંજોગોમાં ડાંગ જિલ્લાની મહતમ પ્રાથમિક શાળાઓમાં મહેકમની ઘટ સાથે અપૂરતા ઓરડાઓને પગલે આદિવાસી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મેળવવા ફાંફા પડી રહ્યા છે.
વઘઇ તાલુકાની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરહદ પાસે આવેલ મોટામાળુંગા ગામે ધો 1 થી 8 સુધી શાળામાં 143 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં 10 ઓરડાઓમાંથી 5 ઓરડાઓ જર્જરીત હોય તોડી પાડવામાં આવ્યા છે. જે 1લી જાન્યુઆરી એ કાટમાળ પણ ખસેડી લેવાયો છતાં સ્કૂલનો પાયો પણ ન બનાવતા હાલ આદિવાસી વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં ઓટલા પર અને સાંકડા ઓરડામાં ઘેટાં બકરાની માફક ખીચોખીચ બેસાડી અભ્યાસ કરવા મજબુર બન્યા છે.આ સાથે જ વઘઇ તાલુકામાં 35 જેટલી શાળાઓમાં ઓરડાઓની ઘટને પગલે બાળકોની સ્થિતિ દયનિય બની છે.આહવા તાલુકામાં પણ 30 થી વધુ પ્રાથમિક શાળાઓમાં પૂર્વ આયોજન વગર ઓરડાઓ તોડી પાડ્યા બાદ બાંધકામની શરૂઆત ન થતા હાલ ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે.તો બીજી તરફ ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકામાં પણ 20 શાળાઓમાં જર્જરીત થયેલ ઓરડાઓ તોડી પાડ્યા બાદ હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય આદિવાસી વિદ્યાર્થીઓનો ભવિષ્ય અધ્ધરતાલ બની જવા પામ્યો છે.તેવા સંજોગો તંત્ર સરકારી નાણાં નો ધુમાડો કરી ગરીબ આદિવાસીઓ સાથે મજાક ઉડાવી રહી છે ,ડાંગ જિલ્લામાં 1થી 5 અને 8 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ અંતર્ગત આવે છે. આવી સ્કૂલોમાં ઓરડાઓની કમી હોય બાળકોને વરસતા વરસાદ અને ઠન્ડીમાં ઓટલા પર ખીચોખીચ બેસી અભ્યાસ મેળવવાની નોબત આવે છે. તો કેટલાક ધો 5 /અને 8 ના વિદ્યાર્થીઓને પણ ધો 1 થી 8 સુધી એકજ ઓરડામાં શિક્ષણ અપાતું હોય ધો -8 ના વિદ્યાર્થીઓને કકા બારખડી પણ લખતા વાંચતા આવડતું ન હોય તેમનું પાયો કાચો રહેવા સાથે તેમનું ભવિષ્ય અંધકારમય બની જાયઃ છે. એક તરફ રાજ્ય કેન્દ્ર સરકાર આદિવાસી બાળકોના શિક્ષણ માટે સંજાગ બની હોય તેમ દરવર્ષે શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાનું આંધણ કરે છે. તો બીજી તરફ વર્ષોથી ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ના મહેકમ સાથે ઓરડાઓની ઘટ પુરી કરાતી નથી .જેના કારણે બાળકો અધૂરું શિક્ષણ મેળવી મજૂરી કામમાં જોતરાઈ જાયઃ છે ,તેવો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ પાર્ટી પ્રમુખે લગાવી નવા ઓરડા બનાવવા ઉણી ઉતરે તો ઉગ્ર આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે..






