ARAVALLIBHILODAGUJARAT

અણસોલ ગામમાં માતાએ રસ્તા પર જ બાળકને આપ્યો જન્મ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફે નિભાવ્યો માનવતાનો ધર્મ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અણસોલ ગામમાં માતાએ રસ્તા પર જ બાળકને આપ્યો જન્મ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફે નિભાવ્યો માનવતાનો ધર્મ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અણસોલ ગામમાં જ્યાં એક મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો અને 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને નિષ્ણાત સલાહથી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો.હતો

મળતી માહિતી અનુસાર, શામળાજી 108 એમ્બ્યુલન્સ ને કોલ મળેલ હતો  EMT સંજય પટેલ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે મહિલાને ભારે પ્રસૂતિ પીડા હતી. સંજય પટેલે પાયલોટ મહેન્દ્રસિંહ પરમારની મદદથી અને પોતાના અનુભવ તથા અમદાવાદના ડોક્ટરનો સંપર્ક કરી માર્ગદર્શન હેઠળ મહિલાની રસ્તા પર જ સલામત રીતે પ્રસૂતિ કરાવી.મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ 108 સ્ટાફે બંનેને આગળની સારવાર માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.મહિલાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર માન્યો હતો અને તેમના કાર્યને વખાણ્યું હતું. આવા પ્રસંગે 108 એમ્બ્યુલન્સ સેવાની મહત્વતા સેવાભાવને પ્રકાશમાં લાવે છે.

Back to top button
error: Content is protected !!