આણંદ સેંટ સીરીલ સ્કૂલ માં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી

આણંદ સેંટ સીરીલ સ્કૂલ માં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
તાહિર મેમણ -આણંદ – 24/12/2025 -:આણંદ પાધરીયા વિસ્તારમાં સ્થિત સેંટ સીરીલ સ્કૂલ માં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ઉજવણી માં ભાગ લીધો હતો.
આણંદ સેન્ટ સિરીલ સ્કૂલે બાળકો માટે નાતાલની ઉજવણીનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી થઈ હતી, જ્યાં બાળકોએ તેમના મનમોહક પ્રદર્શનથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ માટે શાળાના કેમ્પસને રંગબેરંગી લાઇટ્સ, ફુગ્ગાઓ અને નાતાલનાં વૃક્ષથી શણગારવામાં આવ્યો હતો. 25 ડિસેમ્બરના દિવસને સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે, પરંતુ લોકપ્રિયતાના કારણે ઘણા લોકો ક્રિસમસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરે છે
બાળકોએ સાન્તાક્લોઝના પોશાક પહેરીને નાચ્યા અને નાતાલનાં ગીતો ગાયા.શાળાના નાના બાળકોએ સફેદ અને લાલ રંગના પોશાક પહેરીને નાતાલની ભાવનાને જીવંત બનાવી હતી. મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નૃત્યો અને નાટકો હતા, જેમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશને આબેહૂબ રીતે દર્શાવવામાં આવ્યો હતો. સાન્તાક્લોઝે બાળકોને ભેટોનું વિતરણ પણ કર્યું અને બધાને પ્રેમ, શાંતિ અને ભાઈચારોનો સંદેશ ફેલાવ્યો.





