
મહીસાગર જીલલામા આચરાયેલ મસમોટા 123 કરોડ રુપીયા ના નળ સે જળયોજના ના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા…
અમીન કોઠારી મહીસાગર
વાસ્મોના મહીસાગર ખાતેની કચેરીમાં કામ કરતા 4 કર્મચારીઓની સીઆઈડી દવારા ધરપકડ કરાતા કૌભાઙીઓમા ફફડાટ જોવા મલે છે.
મહીસાગર જીલલામા
વાસ્મોમાં સોશિયલ કર્મચારી તરીકે કામગીરી ની ફરજ બજાવતા હતા. આ કમૅચારીઓની કામગીરી લોકો સાથે સંપર્ક કરવો તેઓનેસમજાવવા અને સરપંચોને મદદ કરવી વિગેરેહતી.
આ ચાર કર્મચારીઓ પાસે જુદાજુદા ચાર તાલુકાનો ચાજૅહતો.
ખાનપુર,લુણાવાડા,કડાણા અને સંતરામપુર તાલુકાનીકામગીરી આ ધરપકડ કરાયેલ કમૅચારીઓ સંભાલતા હતા.આ



ચારે સોશિયલ કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓ હતા.
1) ગીરીશકુમાર જયંતિલાલ વાળંદ
2) જનાર્દન ઈશ્વરભાઈ પટેલ
3) મહેન્દ્રકુમાર ભાનુભાઈ રાઠોડ
4) નાથાભાઈ લાલાભાઈ ડામોર જે આછે.
ચારે કર્મચારીઓને સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
આ કર્મચારીઓએ સરપંચો પાસે કોરા લેટરપેડ લઈ ફંડની માંગણી કરી હતી અને ખોટી સહીઓ કરી હતી
22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આ કૌભાંડ નીનોધાવેલ હતી.
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 4 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 111 ઇજારેદારો પૈકી 14 ઈજારદાર એમ મળી કુલ 18 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે
સીઆઇડીએ ફરિયાદમાં નામ છે એ સિવાયના અન્ય 4 કર્મચારીઓને ઝડપી પાડ્યાછે. અત્યારસુધીમાં આ કર્મચારીઓ સહિત કુલ 22 લોકોની સીઆઈડીદવારા ધરપકડ આ નલસેજલ ના કૌભાંડ માં થ ઈ ચુકી છે.
આ કેસમાં અત્યારસુધીમાં 20 કૌભાંડીઓ આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યા છે જેમાંથી 18ની અરજી કોર્ટે ફગાવી નામંજૂર કરી છે બે ને શરતી જમીન હાઇકોર્ટે આપ્યા છે
બીજીતરફ કરોડોની રિકવરી વાળા કોન્ટ્રાકટરો બહાર ખુલ્લામાં ફરે છે જ્યારે નાની રકમવાળા કોન્ટ્રાક્ટરોની ધરપકડ અને જેનો કોઈ એવો મોટો રોલ નથી એવા લોકોની ધરપકડથી સીઆઈડીની કામગીરી પર પણ અનેક સવાલો
ઉભા થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જીલલા માં થયેલ નલસેજલ કૌભાડમા ક્યારે સરકાર પૈસા વસૂલ કરશે ને ક્યારે આઅંગેનીનવી કામગીરી શરૂ થશે અને ક્યારે લોકોને પાણી મળશે તે એક સલગતો સવાલ છે.
નલસેજલ માં મીલીભગતથી
કૌભાડ કરનારાકૌભાંડ કરી ગયા પરંતુ લોકો ને પીવાના પાણીની સગવડ ના મલી તેનુ શુ???!!
મહીસાગર જીલલાના
714 ગામમાંથી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે ત્યારે લોકોને પાણી ક્યારે મળશે તે એક યક્ષ પ્રશ્ન છે..




