GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના ‘નલ સે જલ’ યોજનાના એકસો તેવીસ કરોડોના મહા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વાસ્મો યુનિટ ગોધરા ના એકાઉન્ટન્ટ ની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

મહિસાગર જિલ્લાના ‘નલ સે જલ’ યોજનાના એકસો તેવીસ કરોડોના મહા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વાસ્મો યુનિટ ગોધરા ના એકાઉન્ટન્ટ ની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

 

આ સાથે જ આ યોજનામાં સંડોવાયેલ મહાકૌભાડીઓ પૈકી જેલના સળિયા પાછળ ગયેલા આરોપીઓનો કુલ સંખયા 19 પર પહોંચ્યો છે.વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાની ફરિયાદ બાદ હજુ પણ 100 થી વધુ ઇજારદારો અને બાકીના કર્મચારીઓ સીઆઈડીની પકડથી દુર જોવા મલેછે.

અને કરોડો રુપીયા ના આયોજનામા મીલીભગત થી હયગય કરનાર મોટા માથાવાલા ને રાજકીય વગ ધરાવતા કેટલાક કોનટાકટરોસીઆઈડી ની ધરપકડથી દુર કેમ છે તે એક મુદધો હાલ ચચૉનો વિષય.

જીલલામા જોવા મલે છે. ધરે ધરે પાણી પોહચાડવા ની
પ્રધાનમંત્રીના સપના વાલી આ નલસેજલ યોજના ઉપર મીલીભગતથી પાણી ફેરવી નાખીને મહિસાગર જિલ્લાની ગામય. લોકોને પાણી માટે વેખલાં કરવા મજબુર કરનાર કૌભાડીઓ સામે વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું હતું કે, નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પાઈપલાઈન અને ખોટા બીલો અને યોજનામાં કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી CID એ આ કૌભાંડમાં વાસ્મો કચેરીના એકાઉન્ટ ની ધરપકડ કરી છે એકાઉન્ટન્ટ વૈભવકુમારે ઉચ્ચ અધિકારીઓ. કમૅચારીઓ ને કેટલીક ગામ પાણી સમિતિઓ અને ખાનગી એજન્સીઓ સાથે મળીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા હતા.

એકાઉન્ટ વૈભવ અને યુનિટ મેનેજર રાજપરાની સહીઓ થીજ આ કૌભાંડમાં કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી આ બંને અધિકારીઓ દ્રારા પાણી સમિતિના નામે ચેક બનાવી કરોડો રૂપિયા ભ્રષ્ટાચારીઓ સુધી પહોંચાડ્યા હતા.

આ કૌભાંડમાં એકાઉન્ટન્ટની ધરપકડ બાદ હવે CIDના હાથમાં એવા દસ્તાવેજો આવી શકે છે જેમાં ‘કમિશન’ કોને અને કેટલું મળ્યું તેની વિગતો બહાર આવી શકે છે એકાઉનટનટ વૈભવકુમાર બાબુલાલ સેંગાણીની ધરપકડ બાદ ‘નલ સે જલ’ યોજનાકૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ ને કૌભાડીઓમાભારે ફફડાટ ને ભયની લાગણી વ્યાપી ગયેલ જોવા મલેછે.

ધરપકડ કરાયેલ. એકાઉન્ટન્ટ વૈભવ બાબુલાલ સંગાણીની પાસે નાણાકીય વ્યવહારોની તમામ કડીઓ ની વિગતો ને માહીતી હોવાની શક્યતાને પગલે હવે તપાસનો રેલો અન્ય મોટા અધિકારીઓ સુધી પહોંચી શકે તો નવાઈ જેવું નહી લાગે.
આ નલ સે જલ યોજના મા આચરાયેલ મહા કૌભાડમા સંડોવાયેલ
બાકીના કોનટાકટરો ને વાસમો ના જે ભાગેડુ છેતેઓ ને વહેલી તકે શોધીને ધરપકડ કરાય ને આ કૌભાડીઓને જેલના સલીયા પાછલ વહેલી તકે ધકેલાય તે માટે આ ગુનાની તપાસ કરનાર સીઆઈડી કાઈમ ટીમ દવારા સકિયતા દાખવે તે જરુરી છે.

મહિસાગર જિલ્લાના મહા કૌભાડ ‘નલ સે જલ’ યોજનાના ₹123 કરોડથી વધુના મહાકૌભાંડમાં સીઆઈડી (CID) ક્રાઈમની ઢીલી નીતિ હવે ચર્ચાનો વિષય બની છે. 22 જૂને વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવ્યાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં, તપાસનો આંકડો માત્ર 19 આરોપીઓ સુધી જ સીમિત રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, કરોડોની ઉચાપત કરનારા બાકીના કોન્ટ્રાક્ટરો અને સરકારી કર્મચારીઓ કોના આશીર્વાદથી હજુ ભાગેડુની જેમ સંતાઈ રહીને ધરપકડ થી દુર ભાગી રહ્યા છે?

મહિસાગર જિલ્લાના કુલ 620 ગામો પૈકી 467 ગામોમાં પાઇપ ખરીદીના બોગસ ઇન્વોઇસ બનાવીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. આ કૌભાંડમાં GIRDA ના 300 થી વધુ નકલી ટેસ્ટિંગ રિપોર્ટ બનાવી ગુણવત્તા વગરના કામને મંજૂરી અપાઈ હતી.

સરકારી અધિકારીઓની બોગસ સહીઓ કરીને પાણી સમિતિ દ્વારા એજન્સીઓને સરકારી નાણાં હડપ કરવામાં આવ્યા હતા તે જોતા તપાસ ઝડપી ને નિષપસ અને તટસથ તપાસ હોવી જોઈતી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે:

આઠ મહિના બાદ પણ કુલ 12 તત્કાલીન કર્મચારીઓ માંથી હજુ માત્ર 5 ની ધરપકડ થઈ છે. બાકીના 7 કર્મચારીઓ ક્યાં છે? જ્યારે 111 જેટલા મસમોટા ઇજારદારો આ કૌભાંડમાં સંડોવાયેલા છે, જેમાંથી માત્ર 12 જ જેલના સળિયા પાછળ છે. બાકીના 99 કોન્ટ્રાક્ટરોને પકડવામાં સીઆઈડી કેમ પાછી પાની કરી રહી છે? જે રીતે CID ની તપાસ ચાલી રહી છે તે જોતા જિલ્લાના અત્યારે એક સળગતો સવાલ છે કે ક્યારે તપાસ પુરી થશે ક્યારે પ્રજાને પાણી મળસે ને તો નયાય મલશે.

Back to top button
error: Content is protected !!