
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નળ સે જલ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો, વધુ તપાસ માટે CID ક્રાઈમ સેલ ગાંધીનગર નાઓને સોપવામાં આવ્યો
બાયડના આંબલીયારા પોલીસ સ્ટેશનના.આર.કે.રાઠોડ પોલીસ સબ ઇન્સપેક્ટર નાઓ તેમજ સ્ટાફના માણસો સાથે ગઈ તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે અંગત બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે, નળ સે જલ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલ વજેપુરા ગામનો આરોપી અલ્પેશકુમાર જયંતીભાઈ પરમાર હાલ તેના ઘરે આવેલ છે જે બાતમી હકીકત આધારે ખાનગી મો.સા. સાથે તેના ઘરે જઈ ચેક કરતા તે ઘરે હાજર મળી આવતા તે આરોપી અલ્પેશકુમાર જયંતીસિંહ પરમાર રહે. વજેપુરા તા.બાયડ જી.અરવલ્લી (નોકરી આસીસ્ટન મેકેનીકલ જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ અમરેલી) નાઓને અત્રેના આંબલીયારા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સારૂ સી.આઈ.ડી. ક્રાઈમ સેલ ગાંધીનગર નાઓને સોપવામાં આવેલ આમ આંબલીયારા પોલીસને છેલ્લા આઠ માસથી નળ સે જલ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં સફરતા મળેલ છે.




