મહીસાગર જિલ્લા માં નલસેજલ યોજના ની કામગીરી મા રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર કરોડપતિ કોન્ટ્રાક્ટર ને સીઆઈડી ઝડપ્યો..
મહીસાગર જિલ્લા માં નલસેજલ યોજના ની કામગીરી મા રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર કરોડપતિ કોન્ટ્રાક્ટર ને સીઆઈડી ઝડપ્યો…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા માં નલ સે જલ યોજનામાં રૂપિયા ૧૨૩ કરોડ ના મસમોટા કૌભાંડ માં સી આઈ ડી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કૌભાંડકરી કોન્ટ્રાકટર ને ઝડપી પાડ્યો છે…….
મહીસાગર જિલ્લાના બાલાસિનોરના કરોડપતિ કૌભાંડાકારી કોન્ટ્રાકટર જયંતી પટેલ ને કઢૈયા ગામ ખાતે થી દબોચી લેવામાં આવ્યો છે.સી આઈ ડી ક્રાઈમ દ્વારા અત્યાર સુધીમાં પાંચ કોન્ટ્રાક્ટરો અને ચાર કર્મચારીઓ મળીને કુલ 9 ભ્રષ્ટાચારીઓને સીઆઈડીક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે.
મહીસાગર જિલ્લાના સૌથી મોટા નલ સે જલ યોજના ના મહા કૌભાંડમાં cid crime આરોપીઓને ઝડપી પાડવા માટે રાત દિવસ એક કરી રહેલા જણાય છે ત્યારે cid crime છેલ્લા બે દિવસમાં બે ભ્રષ્ટાચારી આરોપીઓને ઝડપી પાડવામાં
આવ્યા છે જેના પગલે આ મસમોટા કૌભાંડ માં અન્ય ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે નેનાસભાગ મચી જવા પામી છે ત્યારે આ જયંતી પટેલ નામના વધુ એક કૌભાંડકારી કોન્ટ્રાક્ટરની ધરપકડ થી મહીસાગર જિલ્લામાં ભારે હડકંપ મચી જવા પામેલ છે.
જયંતીભાઈ હીરાભાઈ પટેલ, રહેવાસી બાલાસિનોર નાઓને કઢેયા ગામેથી ઝડપી પાડવામાં આવેલ છે ત્યારે આ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના પાંચ તાલુકાઓના વિવિધ 30 જેટલા ગામડાઓમાં અંદાજે રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર આચરીને મોટાપાયે ગેરેરીતિ આચરેલ હોવાનું જાણવા મળે છે ત્યારે
વાસમો કચેરી દ્વારા રિકવરી માટેની નોટિસ પણ આપવામાં આવેલ્