
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
મોડાસાની મામલતદાર કચેરીમા સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયા, કચેરીઓમાં હજુ ભ્રષ્ટાચાર થતો હોવાનો પુરાવો
હાલની પરિસ્થિતિ એવી છે કે ઉપર થી નીચે સુધી ભ્રષ્ટાચાર થતો હોય તેના જાગતા પુરાવા હર હંમેશા સામે આવતા હોય છે. અધિકારીઓ થી લઇ ને ઉપર સુધી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે છતાં ભ્રષ્ટાચાર દિવસે અને દિવસે વધતો જાય છે પણ ઘટતો નથી સરકાર પગાર આપી નોકરી રાખે છે નોકરીયાત લોકોનું પેટ ભરાતું ના હોય તેવી રીતે અરજદાર પાસેથી કામના બહાને રૂપિયા લઇ તમારું કામ થઈ જશે એ બહાને લાંચ લેતા હોય છે અને કેટલીક વાર લાંચ લેતા ભરાઈ પણ જાય છે
અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે સરકારી કચેરીઓની અંદર બાબુઓ એસી ની હવા ખાતા હોય છે અને એમના ફોલ્ડરીયા દ્વારા કામ થઇ જશે તે માટે પોતાના અંગત માણસો દ્વારા જે તે લોકો પાસેથી રૂપિયા લઇ કામ કરી આપતાં દાખલા ઘણા છે પણ કહેવત છે ને કે ખેતરના શેઢે જે ચડે એ ચોર તેવી પરિસ્થિતિ છે જિલ્લામાં ભ્રષ્ટાચાર ઘણો બધો રહેલો છે પરંતુ ભ્રષ્ટાચારી બાબુ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જેના કારણે દિન પ્રતિદિન હવે વધુમાં વધુ ભ્રષ્ટાચાર અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો તેનો જાગતો દાખલો સામે આપ્યો
જેમાં અરવલ્લી જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા ૧૫ હજારની લાંચ લેતા રંગે હાથે એસીબી એ ઝડપી પાડતા કચેરીમાં સંન્નાટો જોવા મળ્યો હતો મળતી માહિતી અનુસાર જયરાજસિંહ વાઘેલા સર્કલ ઓફિસરે અરજદાર પાસે ઈધરામાં જમીનમાં નોંધ પાડવા માટે લાંચ માંગી હતી લાંચ સાથે નિવૃત તલાટી મહેશ ભાટિયા પણ ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે મોડાસા એસીબી વિભાગે બંને અધિકારીઓને રંગે હાથ ઝડપ્યા હતા અને કાયદેસર ની કાર્યવાહી કરી આગળની પ્રક્રિયા હાથ ધરી હતી




