ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર ૫૦૦૦ રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો

તા.૧૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર ૫૦૦૦ રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો
દારપણાનો દાખલો આપવા માટે સર્કલ ઓફિસરે અરજદાર પાસે રૂપિયા.૫.૦૦૦ ની લાંચ માગી હતી મહીસાગર એ.સી.બી ની ટ્રેપમાં સર્કલ ઓફિસર રંગે હાથ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ
મામલતદાર કચેરીના ભોય તળીયે આવેલ સર્કલ ફતેપુરા આ કામના ફરીયાદીને દારપણાનો દાખલાની જરૂરીયાત હોય જેથી ફરીયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇ દારપણાનો દાખલો મેળવવા માટે ફરીયાદીના કાકાના છોકરાના નામે મિલ્કત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરીયાદીએ અરજી માલતદાર કચેરીની ટપાલ શાખામા તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આપેલ તેમ છતા એકાદ મહીનાનો સમય થતા દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફીસમા સર્કલ ઓફીસર આ કામના આરોપીને મળતા તેઓએ જણાવેલ કે, અરજીના કાગળો કંઇ ક મુકાઇ ગયેલછે. જે શોધી કાઢી તમને જણાવીશ ત્યાર બાદ ફરીયાદી ફરીથી તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇ આ કામના આરોપી સર્કલ ઓફીસર સુખસરનાઓને મળતા આરોપીએ ફરીયાદીને અરજીમા સુધારો તથા રૂ.૫૦/- નો સ્ટેમ્પ નવેસરથી કરી રૂ.૫૦૦૦/- લઇ આવવા જણાવેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારેલ પકડાઇ જઇ ગુનો કર્યા



