GUJARAT
રાણાપુર – કીર્તિ બસ ટ્રાફિક ને લઈ વાયા ધનયાવી થી લેવા બાબતે જાગૃત નાગરિકે નેતાઓ અધિકારીઓ ને આડે હાથ લીધા
ફૈઝ ખત્રી રાણાપુર થી સાધલી થઇ કીર્તિસ્તંભ જતી બસના મુસાફરો તેમજ જાગૃત નાગરિક સ્નેહલ શાહ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જાંબુવા ગામે હાઇવે ઉપર ટ્રાફિક હોવાના કારણે રાણાપુર થી સાધલી થઈ કીર્તિ સ્તંભ જતી બસને વાયા ધન્યાવી ડાયવર્ટ કરી કીર્તિ સ્તંભ લઈ જવામાં આવે. જેને લઈ ડ્રાઈવર અને કંડકટર દ્વારા નાં પાડતાં સ્નેહલ શાહ દ્વારા ચૂંટાયેલ નેતાઓને ફોન કરતા નેતાઓ એ ફોન ઉપાડ્યો ન હતો.. જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતાઓ ની મીલીભગત થી પ્રજા ને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે.જ્યારે ચૂંટણી આવે તો નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે પણ ચૂંટણી પતિ ગયા પછી પ્રજા ને રામ ભરોસે છોડી મૂકતા હોય છે.અને જનતાને ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરતા હોય છે. આમ સ્નેહલ શાહ દ્વારા પ્રજાની સમસ્યા નું નિરાકરણ ન આવતાં નેતાઓ અને અધિકારીઓ ને આડે હાથ લીધા હતા..






