ભારતના 79મા સ્વતંત્ર દિવસની નબીપુરમાં વિવિધ સંસ્થાઓમાં ઉજવણી કરાઈ, નાગરિકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.


સમીર પટેલ, ભરૂચ
15 મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્ર દિવસ. જે અંતર્ગત ભારત ભરમાં આજે તેના 79મા સ્વાતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે આજે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદબ કરાયું હતું. ગ્રામ પંચાયત નબીપુરની ઓફિસ ઉપર ગામના સરપંચ ના હાથે ધ્વજવંદન કરાયું હતું જેમાં પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનો હાજર રહયા હતા. ગામની શૈક્ષણિક સંસ્થાઓ કન્યાશાળા, કુમારશાળા, હાઇસ્કુલ, ઈંગ્લીશ મિશન સ્કુલ અને નબીપુર મદ્રસા ખાતે બાળકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું. નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફની હાજરીમાં અને નબીપુર હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓ, ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જની ઉપસ્તીથીમાં ધ્વજારોહણ ઘયું હતું. આ પ્રસંગે નબીપુર કન્યાશાળા મા નાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક ગીત ઉપર ડાન્સ કરાયો હતો.






