ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન
સરપંચ દ્વારા મુખ્યમંત્રી તાલુકા વિકાસ અધિકારી સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી
ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે, તલાટી ગેરહાજર રહેવાના કારણે તમામ કામ ઠપ થઈ જતા હોય છે, આવી જ એક સમસ્યા ઝઘડિયા તાલુકાના પઢવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઊભી થવા પામી છે, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં પડવાણીયા ગ્રામ પંચાયતમાં ત્રણ તલાટીઓની બદલી થઈ ચૂકી છે, જેથી મહીલા સરપંચ સીમાબેન ઉમેશભાઇ વસાવા એ મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં રેગ્યુલર તલાટી મૂકવા જણાવ્યું છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ વાર તલાટીની બદલી થઈ છે અને ત્રણ વાર તલાટીને ચાર્જમાં મુકેલ છે, જેના કારણે પડવાણિય ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા નથી, છેલ્લા છ માસથી હાલમાં ફરજ પરના તલાટી ચાર્જ માં છે, તે તલાટી પાસે ત્રણ પંચાયતનો ચાર્જ હોવાથી પડવાણિયા પંચાયત ઓફિસમાં અઠવાડિયામાં એક વખત હાજર રહે છે, જેથી પંચાયતનો વિસ્તાર ટ્રાઇબલ હોવાથી અહીંના ગરીબ લોકો મજૂરી કરી જીવન ગુજારે છે, જેથી તેઓનું પંચાયત ઓફિસનું કામ જેવા કે શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ આવક તેમજ જાતિના દાખલા કઢાવવા માટે પડવાણિયા ગ્રામ પંચાયતની જનતા અને તેઓની રોજની મજૂરી ગુમાવી ને ઓફિસના કામ અર્થ આવે છે અને તલાટી ન મળતા લોકોને પંચાયતને લગતા કામો થતા નથી અને ધક્કા ખાવા પડે છે, જેથી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની જનતાને રેગ્યુલર તલાટી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ઈરફાન ખત્રી
રાજપારડી