નરેશપરમાર. કરજણ,
કરજણ શહેરમાં વેરાના બદલામાં નાગરિકોને અંધારું ઉલેચવાનો વારો
કરજણ નવા બજાર વિસ્તારમાં અવારનવાર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં નગરજનો પરેશાન
કરજણ નવા બજાર વિસ્તારમાં અક્ષર ધારા પાણીની ટાંકીથી સોનાનગર સોસાયટી પાદરા આમોદ રોડ સુધીમાં અનેક સોસાયટીઓ આવેલી છે. અને આ રોડની વચ્ચે નગરપાલિકા દ્વારા રોડની બંને બાજુ અજવાળું આવે એ રીતે સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે. પરંતુ છેલ્લા એક મહિના કરતા વધુ સમયગાળાથી આ રોડ પર આવેલી મોટાભાગની સ્ટ્રીટ લાઈનો બંધ હાલતમાં છે. તો ઘણી જગ્યાએ એક લાઈટ ચાલુ હોય તો બીજી બંધ હોય તો અમુક જગ્યાએ તો બંને તરફની સ્ટ્રીટ લાઈટો બંધ છે, જેથી હાલમાં ચોરીનો ભય રહેતો હોય અને રાત્રે જાહેર માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી નગરજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી વહેલી તકે બંધ પડેલી રોડની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાય તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.