CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા પોલીસે અઢી વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને દબોચી લીધો.

તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આશરે અઢી વર્ષ પહેલાં હત્યા કરીને નાસતા ફરતા આરોપીને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે 28 ફેબ્રુઆરી 2022ના રોજ ચોટીલામાં ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો હતો થાનગઢ રોડ પર વાસૂકિ દાદાના મંદિર નજીક ધર્મેન્દ્ર ખાચર નામના યુવક પર જયેશ ઘોડકિયા સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ધર્મેન્દ્ર ખાચરની હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે મૃતક ધર્મેન્દ્ર ખાચરે થોડા મહિનાઓ પહેલાં ઝીંઝુડા ગામના માવજીભાઈ ગાંગડિયાની હત્યા કરી હતી જે મામલે પકડાઈ ગયા બાદ ધર્મેન્દ્ર ખાચર જામીન પર બહાર આવ્યો હતો પરંતુ મૃતકના સંબંધીઓ તથા તેના સાથીઓએ ધર્મેન્દ્ર ખાચરની હત્યા કરીને હત્યાનો બદલો હત્યાથી લીધો જે બાદ પાંચેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા ધર્મેન્દ્ર ખાચરની હત્યામાં સંડોવાયેલા પાંચ પૈકી ચાર ઈસમોને તો ઝડપી લીધા હતા જો કે જયેશભાઈ ઉર્ફે જહો ઘોડકિયા ફરાર હતો પોલીસે અનેક વખત તેને પકડવા કોશિશ કરી પરંતુ પોલીસને હાથ તાળી આપીને તે નાસી જતો હતો જો કે આખરે ચોટીલા પીઆઈ આઈ બી વલવી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે તેને દબોચી લીધો હતો.

Back to top button
error: Content is protected !!