GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ કરી નાગરિકોને આશ્રયસ્થાન પર સ્થળાંતર કરાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી વિસ્તારના રેલ રાહત કોલની પાસે પાણીના વહેણ ફરી વળ્યા હતાં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિમાં જિલ્લમાં ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા નાગરિકોનું રેસ્ક્યુ કરીને આશ્રયસ્થાન સલામત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
આ આશ્રયસ્થાનોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની પુરતી વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવી હતી. આશ્રયસ્થાનોમાં આશ્રિતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી હતી.





