GUJARATPANCHMAHALSHEHERA

શહેરા વન વિભાગે રેણા ચોકડી પાસેથી 4.20 લાખના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી

 

પંચમહાલ ગોધરા

 

નિલેશ દરજી શહેરા

શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની હેરાફેરી સામે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરા રેન્જ સ્ટાફ દ્વારા અણીયાદથી રેણા મોરવા રોડ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ટ્રક નંબર જીજે 09 V 8343ને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ વગર વહન કરવામાં આવતા લીલા તાજા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે લાકડા અને ટ્રક સહિત અંદાજે 4,20,000રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેને વધુ તપાસ માટે શહેરા રેન્જ કચેરી ખાતે ખસેડ્યો છે. આ સફળ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, આર.એસ. સોલંકી અને વનરક્ષક વી.એમ. રાઠોડ સહિતના સ્ટાફ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!