શહેરા વન વિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપી ₹૪.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા વન વિભાગે ગેરકાયદેસર વન્ય પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે, ટીંબાથી કાકણપુર રોડ પર ગોઠવેલી નાકાબંધી દરમિયાન, ગેરકાયદેસર રીતે લીલાં અને તાજાં પચરાઉ લાકડાં ભરીને જઈ રહેલો એક ટ્રક નંબર: GJ 03Y/9236 ઝડપી પાડવામાં આવ્યો.
આ કામગીરીમાં વન વિભાગના એસ.બી. માલીવાડ(રાઉન્ડ ફોરેસ્ટર, શહેરા), કે.આર. બારીયા(બીટ ગાર્ડ, શેખપુર), બી.એન. રાવલ (વન રક્ષક, શહેરા), એ.બી. બારીઆ ( શહેરા) અને ડી.એસ. પટેલીયા( શેખપુર) સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી.
શહેરા પરિક્ષેત્ર વન અધિકારી, આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ, શહેરા રાઉન્ડ સ્ટાફ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વન વિભાગે ટ્રકમાં ભરેલાં આશરે ₹૪,૫૦,૦૦૦ ની કિંમતના લાકડાં અને ટ્રક સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે રાખવામાં આવ્યો છે.
શહેરા વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર લાકડાંની હેરાફેરી અને અન્ય વન્ય ગુનાઓને રોકવા માટે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.





