GANDHIDHAMGUJARATKUTCH

કચ્છ જિલ્લામાં ભુજ,ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ.

“ઓપરેશન અભ્યાસ” અન્વયે વિવિધ આપાતકાલીન સ્થિતિ સમયે ત્વરિત એક્શન બાબતે નાગરિકોને માહિતગાર કરાયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ, તા. 08 મે :  કેન્દ્રિય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ મોકડ્રિલનું આયોજન કરવા સૂચના આપી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, નલીયામાં રાજપૂત સમાજવાડી અને ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજવામાં ‌આવી હતી.‌ આ મોકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વબચાવ, હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઈજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દૂર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી હતી. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોકડ્રિલ એક મહત્વપૂર્ણ રીત છે. મોકડ્રિલના આયોજનથી સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે. કચ્છ જિલ્લામાં ઉપરોક્ત ત્રણેય સ્થળોએ આયોજિત મોકડ્રિલમાં આકસ્મિક હવાઈ હુમલો, આગની ઘટના, કેમિકલ દૂર્ઘટના, બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી. ભુજ ખાતે મોકડ્રિલના આયોજન પ્રસંગે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તદ્ઉપરાંત ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે આયોજિત મોકડ્રિલમાં હવાઈ હુમલાની સાવચેતી સહિતની જાણકારી અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી હતી. ગાંધીધામમાં એજીસ વોપાક ટર્મિનલમાં કેમિકલ અંગેની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતેની મોકડ્રિલમાં ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, કંડલા પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અંજાર પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ સહિત નાગરિક સંરક્ષણ વોર્ડનશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નલીયામાં રાજપૂત સમાજવાડી ખાતે હવાઈ હુમલાની તાલીમ, પ્રાથમિક સારવાર અને આગની સ્થિતિમાં ત્વરિત એક્શન અંગેની નાગરિક સંરક્ષણ તાલીમ મોકડ્રિલ અંતર્ગત આપવામાં આવી હતી. નલીયાની મોકડ્રિલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા, અબડાસા પ્રાંત અધિકારીશ્રી કે.જે.વાઘેલા સહિત નાગરિક સંરક્ષણના વોર્ડનશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રિલને સફળ બનાવવામાં નાગરિક સંરક્ષણ કચેરી, બી.એસ.એન.એલ, ડ્રિસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર ટીમ, જિલ્લા હોમગાર્ડ કચેરી, એન.સી.સી, એન.એસ.એસ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા, વનવિભાગ, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, આરટીઓ કચેરી, એસ.ટી., સમાજ સુરક્ષા કચેરી, પુરવઠા વિભાગ, રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા. મોકડ્રિલ બાદ કંઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈપણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!