
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૦: નવસારી જિલ્લામાં ગતરોજ દરેક તાલુકા મથકે સીવીલ ડીફેન્સ સ્વયંસેવકના રજીસ્ટ્રેશનનો સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-૧૧૦૬ સીવીલ ડીફેન્સ સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
જે લોકો રાષ્ટ્ર સેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે હવે પછી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના માટે તાલુકા મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, મહાનગરપાલિકા/નગરપાલિકા કચેરી ગણદેવી/બીલીમોરા, ડિસ્ટ્રીક્ટ યુથ ઓફીસરશ્રી(માય ભારત)ની કચેરી, સત્તાપીર, નવસારી ખાતે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.
સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ ૪ પાસ અને ૧૮ વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. સીવીલ ડીફેન્સ સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન માય ભારત પોર્ટલ પર ઓનલાઇન પણ કરી શકાય છે.





