AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલને મળ્યું ૬ઠું સ્કિન ડોનેશન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અંગદાન અને નેત્રદાન ની સાથે સાથે વધુ માં વધુ સ્કિન દાન થાય તે આજ નાં સમય ની જરૂરિયાત :- ડૉ. રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ. સિવિલ હોસ્પિટલને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી મળ્યું હોય તેવું પ્રથમ સ્કીન દાન

સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં છ સ્કીન દાન થયા છે,સિવિલ હોસ્પિટલ સિવાય બહારથી મળેલું આ બીજું ચામડીનું દાન

શહેર નાં જાણીતા પીડીયાટ્રીશિયન  ડૉક્ટર કિરણ શાહ દ્વારા  મૃતક દર્દી ના સગા ને સમજાવતા ચામડીનું દાન કરવા તૈયાર થયા પરીવારજનો. સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ  જણાવેલ કે મણીનગર ની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ માં થી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ  વિભાગ ના ડોક્ટરો દ્વારા  હોસ્પિટલ માં જઈ મૃતક દર્દી ના શરીર પરથી સ્કીન નું દાન લેવામાં આવ્યું જેને હોસ્પિટલ ની સ્કિન બેંક માં સાચવવા માં આવશે અને જરૂરિયાત વાળા દર્દી માં સારવાર અર્થે ગ્રાફ્ટ કરવામા આવશે.

ડો. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જોષીએ જણાવ્યું હતું કે, દાઝેલા દર્દીઓ માં અમુક કિસ્સાઓ માં સ્કિન ગ્રાફ્ટીંગ અકસીર તેમજ રામબાણ ઇલાજ સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!