કાલોલ શહેર ભાજપમાં મોટી કાર્યવાહી, 8 ભાજપ કાર્યકર્તાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા
તારીખ ૧૦/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ભાજપમાં શિસ્તભંગનાં પગલાં સ્વરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટીના 8 હોદ્દેદારો જેમાં પીન્કેશ ભવલાભાઇ પારેખ, અંજનાબેન દેવેન્દ્રપ્રસાદ મહેતા, રમેશભાઇ કેશવભાઇ કોન્ટ્રાક્ટર, કિરીટકુમાર જયંતીલાલ પટેલ, રાજેશ્રીબેન કિરીટકુમાર પટેલ, મોનલબેન આશિષકુમાર જોશી, આશિષકુમાર જોશી અને નારણભાઇ ઘનશ્યામભાઈ કાછિયા ને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ એક પ્રત્ર દ્વારા વોર્ડ નંબર એક,વોર્ડ નંબર બે,વોર્ડ નંબર ત્રણ અને પાંચ માં પક્ષના અધિકૃત ઉમેદવાર વિરોધી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના કારણે તેમને કાલોલ શહેર ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી દુર કરવામાં આવ્યાં છે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.