DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલનો દાવો

 

હાર્ટના ઓપરેશન ચેક કરીને જ કર્યા છે-અમો સરકારમાં રજુઆત કરશું સસ્પેન્શન પાછુ ખેંચવા

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલએ આયુષમાન કાર્ડ ઉપર બિનજરૂરી હાર્ટ ઓપરેશન કર્યા હોવાનું  જણાવી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પગલા લીધા છે ત્યારે જામનગરની આ આયુષ હોસ્પીટલે એક ખુલાસો કર્યો છે જે નીચે મુજબ છે….

“અમોને ઓસવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ ના કાર્ડિયાક વિભાગ ને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓ ની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે. વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે.
સરકારી શ્રી આવનારા દિવસો માં બોલાવશે ત્યારે અમો અમારો પક્ષ રાખી અને જરૂરી પુરાવાઓ અને રીપોર્ટસ & રેફરન્સ અમારી પાસે જે અમો સરકારશ્રી સમક્ષ રજુ કરીશું. અને આ સસ્પેન્શન પાછું ખેચી લેવા અમારી વાત રાખીશું.”

Back to top button
error: Content is protected !!