પર્વતીય રાજ્યોમાં તાપમાનમાં ભારે ઘટાડો, ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં ઢંકાયું

જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઠંડીનો પારો ગગડતા રાજ્યના પર્વતીય વિસ્તારોમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની છે. તાપમાન ઘટતા અનેક વિસ્તારોમાં સ્નોફોલ શરૂ થયો છે, જ્યારે ભદ્રવાહ ઘાટીમાં જબરદસ્ત બર્ફબારી થતાં મેદાનો પર બરફના થર જામી ગયા છે. આ બર્ફિલા વાતાવરણે સમગ્ર વિસ્તારને સફેદ ચાદરથી ઢાંકી દીધો છે.
ઠંડી અને બરફબારીના આ મનમોહક દ્રશ્યોને માણવા પ્રવાસીઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સ્નોફોલ વચ્ચે પિકનિક માણતા, ફોટોગ્રાફી કરતા અને બરફ સાથે રમતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સહેલાણીઓ માટે આ મોસમ યાદગાર બની રહ્યો છે અને શિયાળાની મજા લેવા લોકો દૂરદૂરથી અહીં પહોંચ્યા છે.
રાજધાની સહિત સમગ્ર ઉત્તરભારતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કાશ્મીર સહિત પશ્ચિમી હિમાલયના ક્ષેત્રોમાં ભારે બરફ વર્ષાને કારણે પહાડો પરથી ઠંડો પવન ફૂંકાવને કારણે મેદાનો પણ ઠરી ગયા છે. ઘણા વિસ્તારોમાં નદી અને નાળાઓ પણ થીજી હય છે, ઉત્તરથી પૂર્વોત્તર અને પશ્ચિમથી પૂર્વના રાજ્યો સુધી ધુમ્મસની ચાદર ફેલાયેલી છે. આ હવામાનની અસર જનજીવન પર પણ થઈ છે. રેલવેથી લઇને પ્લેનની સેવાઓને આ વાતાવરણની અસર થઈ છે. આવનાર 4-5 દિવસ હવામાન આવું જ રહેશે તેવી શકયતાઓ છે અને હજુ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં પણ ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ખાસ કરીને ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ અને પિથોરાગઢ જેવા વિસ્તારોમાં ભારે ઠંડીને કારણે નદીઓ, નાળાઓ અને ઝરણાઓ થીજી ગયા છે. જેના લીધે તાપમાન 0 થી 11-12 ડિગ્રી નીચે જઆતું રહયું છે. કેદારનાથ ધામની ચોટ પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. ભાગીરથીમાં પણ પાણી ઓછું થઈ ગયું છે. કેદાર ગંગા, ઋષિકુર નાલા, પાગલ નાલા, ચીડબાસા નાલા પણ પૂરી રીતે જામી ગયા છે. ગંગોત્રીમાં પાણીની અપૂર્તિને લીધે પાલેને આગ આપીને પાણીને ઓગળવામાં આવી રહ્યું છે.
કાશ્મીરમાં રાતે તાપમાનમાં વધારે ઘટાડો નોંધાયો છે. રાતો વધુ ઠંડી થઈ ગઈ છે. રવિવારે સૌથી ઠંડુ ગુલમરગ રહયું હતું. અંહિયા લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સેલ્શિયસ હતું જ્યારે શ્રીનાગરમાં માઇનસ 3.2 તાપમાન હતું. રવિવારે બપોરે તડકો નીકળ્યો હતો પણ તે પણ ઠંડીની સામે બેઅસર હતો. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 9.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઇનસ 3.2 ડિગ્રી હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે તાપમાન હજુ 3 ડિગ્રી નીચે જશે.



