સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ યોજાયો

20 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ યોજાયો
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં આજે ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ યોજાયો જેમાં સૌપ્રથમ ધોરણ સાતની બાળાઓ દ્વારા પ્રાર્થના ત્યારબાદ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું.કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઇલાસરીયા, ખજાનચીશ્રી કાળુભાઈ મકવાણા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ધીરજભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું, ત્યારબાદ વિદાય લેનાર ધોરણ આઠના વિદ્યાર્થીએ પોતાનું પ્રવચન રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચેતનાબેન જે મકવાણાએ વિદાય લેનાર ધોરણ આઠના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક વિભાગના સર્વ શિક્ષકોએ પણ વિદાય લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજવી પ્રાથમિક વિદ્યાલય પાલનપુરમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોરણ આઠના જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક વિભાગ દ્વારા વિદાય લેનાર ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી ટેકા બોર્ડ આપવામાં આવ્યુ,આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.







