
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસા માર્ગ અને મકાન વિભાગના ક્લાસવન અધિકારીને દાદા એ ઘરભેગા કર્યા, ફરજીયાત નિવૃત કરાયાનો હુકમ
સરકાર દ્વારા હવે ભ્રષ્ટાચાર અટકાવવાના પ્રયત્નોને લઈને જે પણ કુસુરવાર હોય તેના સામે પગ યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે સરકાર દ્વારા વધુ એક વાર દાદાની સરકારે બે ક્લાસવન અધિકારીઓને ઘર ભેગા કર્યા છે જેની અંદર મોડાસા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફરજિયાત નિવૃત કરાયા છે મોડાસાના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા એમ એસ ભોયાને નિવૃત કરાયા છે નોકરીના પૂર્ણ સમય પહેલાં નિવૃત્ત કરાતા જિલ્લામાં અનેક ચર્ચાઓ જામી છે રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય થી માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓમા પણ ફફડાટ જોવા મળ્યો છે જેના સામે હાલ અનેક ચર્ચાઓએ જોડ પકડ્યું છે. કાર્યવાહી અંગે અનેક અટકરો પણ તેજ થઈ છે ભ્રષ્ટાચારના મામલે પગલા લેવાયાની શક્યતા પણ સેવાઈ રહી છે. સમય પહેલા નિવૃત કરતા અનેક ચર્ચાઓ જામી છે જેની અંદર સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોડાસા માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ક્લાસવન અધિકારી ની આગળની તપાસો બાબતે યોગ્ય ખુલાસા ન કરતા હોવાના કારણે આ પગલાં લેવાયા હોવાની પણ માહિતી સામે આવી છે ત્યારે કહી શકાય કે અરવલ્લીમાં માત્ર ફરજના એક વર્ષની અંદર જ આ ક્લાસવન અધિકારી સામે સરકાર દ્વારા યોગ્ય પગલાં લઈ સમય પહેલા જ નિવૃત કર્યા હોવાથી હાલ અનેક ચર્ચાઓ જામી છે




