ઇડરના જાદર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન થકી સફાઈ કરાઈ

ઇડરના જાદર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન થકી સફાઈ કરાઈ
*
સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ “સ્વચ્છોત્સવ” નિમિત્તે ઇડર તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમ અંતર્ગત ઈડરના જાદર ગામે મેળાના મેદાનમાં સફાઈ કરવામાં આવી હતી.
જાદર ખાતે સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આહ્વાન કર્યું હતું.આ સાથે જ સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વચ્છતા જાળવવા માટે પણ ઉપસ્થિત સૌ કોઈને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હિમાંશુભાઈ નીનામા, તાલુકા સદસ્યશ્રી વસંતભાઈ પટેલ,સરપંચશ્રી જાદર,તાલુકા પંચાયત સ્ટાફ તથા ગામના આગેવાનો ,જાદર હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, સફાઈ કામદારો તથા એસબીએમ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા





