BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી:રેલવે કન્ટેનર યાર્ડ નજીક કચરામાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડ નજીક આજે આગની ઘટના સામે આવી હતી. કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના ખાસ કરીને એટલા માટે ચિંતાજનક હતી કારણ કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની વિવિધ ચીજવસ્તુઓની નિકાસ આ કન્ટેનર મારફતે કરવામાં આવે છે. વળી, ઘટનાસ્થળની નજીકમાંથી રેલવે લાઈન પણ પસાર થાય છે. જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. આ ઘટનાએ સ્થાનિક તંત્રને કન્ટેનર યાર્ડ આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.

Back to top button
error: Content is protected !!