શહેરા નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ: જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર ૯ ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યલક્ષી બનાવવાના હેતુથી શહેરા નગરપાલિકા દ્વારા સતત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નગરપાલિકાએ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર ઈસમો સામે કડક પગલાં ભર્યા છે.
નગરપાલિકાની ટીમે બજાર વિસ્તાર, મુખ્ય માર્ગો, દુકાનોની આજુબાજુ તથા અન્ય જાહેર સ્થળોએ નિરીક્ષણ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ગંદકી કરતા કુલ ૯ ઈસમો ઝડપાયા હતા. તેમની સામે કાર્યવાહી કરી રૂ. ૩,૦૦૦ નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ સંબંધિત ઈસમોને ભવિષ્યમાં સ્વચ્છતા નિયમોનું પાલન કરવા કડક ચેતવણી આપવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે, કચરો નિર્ધારિત સ્થળે જ નાંખે અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.






