તારીખ 01/01/2025
આજરોજ અમારે શાળા મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ જંબુસર ના એન.એસ.એસ. યુનિટ દ્વારા વાર્ષિક ખાસ શિબિર ના સમાપન સમારંભનું આયોજન ડાભા ગામની પ્રા. શાળામાં કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જે ડાભા ગામની પ્રા.શાળાની બાળકીઓએ રજૂ કરી ત્યારબાદ ગામની પ્રા. શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ દ્વારા
શાબ્દિક સ્વાગત કરી પુષ્પ ગુચ્છ વડે મહેમાનોને આવકારવામાં આવ્યા
ત્યારબાદ ગામની પ્રા. શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું
વર્ષ 2012 થી ગામની પ્રાથમિક શાળામાં સેવા આપનાર આચાર્યશ્રી અયુબભાઈ પટેલને સ્વેચ્છિક બદલી કરી વડોદરા શહેર જતા હોવાથી ગામના આગેવાનો દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી
ત્યારબાદ સમગ્ર શિબિર દરમિયાન જેઓએ સતત ઉત્સાહથી સાથ આપ્યો તેવા ગામના મહિલા સરપંચ શ્રી બીબીબેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
ત્યારબાદ NSS UNITના વોલેન્ટીયરો દ્વારા જનજાગૃતિના જગાવવાની આશાએ તૈયાર કરેલા વિશિષ્ટ નાટકો અને માઈમ રજૂ કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જનચેતના જગાવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે હાજર જનોએ તાળીઓના ગળગડાટથી વધાવી દીધો
શિબિર દરમિયાન થયેલી વિવિધ કાર્યોની માહિતી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી સમીર એચ. રાજ દ્વારા સંક્ષિપ્તમાં આપવામાં આવી
સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ જંબુસરના આચાર્ય શ્રી બસીરભાઈ પટેલ દ્વારા શિબિરનો હેતુ અને શિબિર દરમિયાન થયેલી વિવિધ કામગીરીની સરાહના કરી વોલેન્ટિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો સાથે આ કાર્યનું મહત્વ સમજાવતા આ કાર્ય ના ઉદાહરણ થકી ગામની અંદર લોક ઉપયોગી કાર્યોમાં ગામના નવયુવાનો અને ગ્રામજનોને ઉત્સાહથી ભાગ લેવા આહવાન કર્યું હતું
આ કાર્યક્રમના અંતમાં ગામના વડીલ અને નિવૃત્ત સરકારી ડોક્ટર શ્રી અલ્ભા ભાઈ દ્વારા એનએસએસ શિબિર દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યોને બિરદાવવામાં આવ્યો અને આવા કાર્યક્રમોનો લાભ ગામને મળતો રહે તેવી આશા વ્યક્ત કરીઆભાર વિધિ એનએસએસ વોલેન્ટિયર ફિરદોશ મલેક દ્વારા કરવામાં આવી કાર્યક્રમના અંતમાં એન.એસ.એસ. સોંગ ની રજૂઆત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ