GUJARATIDARSABARKANTHA

ડેન્ગ્યુ નિયંત્રણ માટે “સ્વચ્છતા એ જ સુરક્ષા”

ડેન્ગ્યુ નિયંત્રણ માટે "સ્વચ્છતા એ જ સુરક્ષા"

ડેન્ગ્યુ નિયંત્રણ માટે “સ્વચ્છતા એ જ સુરક્ષા”
**

ચોમાસાની ઋતુના આગમન સાથે ઠંડક અને ખુશીનો માહોલ છવાય છે, પરંતુ તેની સાથે મચ્છરજન્ય રોગો, ખાસ કરીને ડેન્ગ્યુનો ખતરો પણ વધે છે. સાબરકાંઠા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુના સંભવિત કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોએ ડેન્ગ્યુથી બચવા માટે તાત્કાલિક અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા જોઈએ.

દર વર્ષે દુનિયામાં લગભગ ૧૦ કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુંના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી. ડેંગ્યુના રોગીને મચ્છરનો ચેપ લાગ્યાના 6થી 12 કલાક પછી રોગ શરૂ થાય છે અને તે 3થી 5 દિવસ રહે છે.

ડેંગ્યુ તાવના ચિહ્નો અને લક્ષણો : સખત તાવ અચાનક ચડે, માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો, આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે, સ્નાયુ અને સાંધાનો દુખાવો, સ્વાદ અને ભૂખની સંવેદના મરી જાય, છાતી અને હાથમાં ઓરી જેવી ફોડકીઓ, ઉબકા અને ઉલ્ટી

ડેન્ગ્યુથી બચવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે આટલું કરો :

• ઘરની આસપાસ, કુલર, ફ્લાવર પોટ, જૂના ટાયર, ન વપરાયેલી બોટલો, કુંડા અને અન્ય કોઈપણ પાત્રોમાં પાણી ભરાવા ન દો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આવા પાત્રોને ખાલી કરીને સૂકવી દેવા જોઈએ.
• પાણીની ટાંકીઓ, ડોલ અને અન્ય પાણીના સંગ્રહ સ્થાનોને હંમેશા ચુસ્તપણે ઢાંકીને રાખો.
• કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર અવશ્ય બદલો અને કુલરને સાફ કરો.
• પક્ષીઓ માટે રાખવામાં આવેલા પાણીના કુંડાનું પાણી દરરોજ બદલો.

મચ્છર કરડવાથી બચવા માટે આટલું કરો :
• શરીર ઢંકાય તેવા કપડાં પહેરો, ખાસ કરીને સવાર અને સાંજના સમયે જ્યારે મચ્છરો વધુ સક્રિય હોય ત્યારે લાંબી બાંયના શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ.
• બાળકો અને વૃદ્ધોએ રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
• ખુલ્લા શરીરે મચ્છર ભગાડતી ક્રીમ લગાવી અને ઘરમાં મચ્છર ભગાડતા સ્પ્રે અથવા પ્રવાહીનો ઉપયોગ કરવો.
• બારી-બારણા પર જાળી લગાવીને મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવા જોઈએ.

જો ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના અથવા ખાનગી ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી જરૂરી બને છે. આ બાબતમાં ઘરમાં પડેલી જૂની દવાઓ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ગંભીર પરિણામો લાવી શકે છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!