
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં, ખેડુત માસ્ટર ટ્રેનર તેમજ કૃષિ સખી ટ્રેનર દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીવા મૃત, ઘન જીવામૃત, બીજા મૃત જેવી જૈવિક દવાઓની બનાવટ અને તેનો ઉપયોગ, પાક માટે અનુકૂળ પદ્ધતિઓ, સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કુદરતી કીટક નિયંત્રણના ઉપાયો, તેમજ પ્રાકૃતિક રીતે પાકની ઉપજ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતાં ખર્ચ માંથી રાહત મળવા અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે જમીનની ઉત્પાદન શક્તિ જાળવી રાખવા, પાણીના સંરક્ષણ માં પ્રાકૃતિક પદ્ધતિની ભૂમિકા તથા ખેડૂત પરિવારના આરોગ્ય માટે રસાયણ મુક્ત ખેતીની આવશ્યકતા વિષયક માહિતી પણ આપવામાં આવી હતી.





