GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગર અને તાલુકામાં ઠંડી નો ચમકારો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગર અને તાલુકામાં વહેલી સવારે ઠંડી નો ચમકારો જોવા મળ્યો હતો રાત્રીના સમયે ઠંડી ધ્રુજાતા જોવા મળ્યા હતા અને ઠંડીથી બચવા તાપણું નો સહારો લેવો પડ્યો હતો તેમજ દિવસ દરમ્યાન સ્વેટર જર્સી જેવા ગરમ વસ્ત્ર પહેરવાની ફરજ પડેલ અને શહેરા તાલુકા પ્રજાજનો દિવસ દરમિયાન પોતાના કામકાજ વહેલી તકે પતાવીને ઘર રવાના થઈ રહ્યા છે તેમજ બજારો માં ગરમ કપડાનો ધૂમ વેચાણ થઇ રહયું છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડીમાં ધીમે ધમે ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના ગણા બધા ભાગોમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ 2 દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં શહેરામાં ચાલુ વર્ષે પ્રથમ વાર છેલ્લા બે દિવસથી ઠંડીમાં પ્રમાણમાં વધારો થતાં વહેલી સવારે અને રાત્રે રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો ઠંડીમાં કામ સિવાય બાહર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ શહેરના રસ્તાઓ અને સેરીઓ સોસાયટીમાં લોકો તાપણાં સળગાવી તાપીને ઠંડી ઉડાડી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!