
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવવા તેમજ અન્ય નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ભારતીય ચૂંટણી દ્વારા ખર્ચ અંગે થયેલ જોગવાઈઓ વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને લાયકાતો તેમજ જાહેર સભા, વાહન વગેરેની મંજૂરી મેળવવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા વિશે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં એમસીસીના નોડલ શ્રી કે.વી.બાટી, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ. જાડેજા ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે.જાડેજા સહિતના અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





